Namaste – Michchhami Dukkadam: નમસ્તે – મિચ્છામિ દુક્કડમ 😊 🙏🏼

posted in: Deven's Journey, Mindfulness | 14

I have written this reflection first below in Gujarati language, after that in English when you scroll further down. મેં આ ચિંતન પહેલા ગુજરાતીમાં લખ્યું છે અને એના પછી નીચે અંગ્રેજી માં લખ્યું છે.

Dissolve in Spacious Awareness

મારી પ્રાર્થના, પ્રેરણા અને ભાવના: 😊 🙏🏼

હું આત્મા છું. આત્મા એ અવકાશમય જાગૃતિ અને આખા વિશ્વની ચેતના છે જે દરેક જીવમાં એકરૂપ છે. મારું શરીર અને મારી વિચારશક્તિ મને આજની ભૌતિક દુનિયા સાથે જોડે છે પણ તે મારી પૂર્ણ ઓળખ નથી. શારીરિક દર્દ/વેદના/સંવેદનાઓ, લાગણીના પ્રવાહો, ફરીથી પાછી આવતી જુની યાદો અને તેની અસરો, ભવિષ્ય માટેની ઈચ્છાઓ/અપેક્ષાઓ/વિચારો/ચિંતાઓ, એ બધાંજ આકાશના વાદળો જેવા છે જે એમની જાતે આવીને પસાર થઈ જાય છે. મને આસ્થા છે કે હું એ વાદળોને સાક્ષીભાવે જોઉં. એ વિચારોના વમળથી હું છૂટો રહી શકું? તેને સ્વીકારી ને એની રીતે પસાર થવા દઉં? એને રોકવાના, એની સાથે લડવાના, કે એની સાથે બંઘાવાના આવેગોને પણ સાક્ષીભાવે જોઉં અને પસાર થવા દઉં? તો હું ચૈતન્યનું આકાશ જેમાંથી આ વાદળો પસાર થાય છે, તેની અનુભુતિ કરી શકું, એને ઓળખી શકું. હું એ અવકાશી ચૈતન્ય – આત્મા – છું. જેમ આકાશમાં પાણીના વાદળ વિલીન થઈ જાય તેમ લાગણીના આવેગો અને શારીરિક સંવેદનાઓ વિશાળ આંતરિક આકાશમાં વિલીન થઈ શકે.

parasparopgraho jivanam

મને આશા છે કે વિચારો અને લાગણીઓના વાવાઝોડા અને મોજાંઓમાં ખેંચાઈ/તણાઈ જવાને બદલે એને તટસ્થપણે સાક્ષીભાવે દૂરથી અવલોકવાથી, એને સ્વીકારવાથી અને પસાર થઈ જવા દેવાથી મને નવો દ્રષ્ટિકોણ મળે જેનાથી હું મારા સંજોગો, સંબંધો, અને પરિસ્થિતિ ને સમજીને એમાંથી નવી સંભાવનાઓ અને શક્યતાઓને જોઇ શકું. મને શ્રધ્ધા છે, એનાથી મને સમતા અને વિચારોની સ્પષ્ટતા મળે અને હું ક્ષમાપના, અનુકંપા, વિકાસ અને કરુણાના નવા પગલાંની શરૂઆત કરી શકું.

અહંકાર હંમેશા લાગણીની જાળો, દ્વેષભાવ, અને બંધનોને વળગી રહેવા માંગે અને આંતરિક અવકાશને વધારે નાનો/સાંકડો કરી શકે. મને આસ્થા છે કે અહમ્ ને પણ હું સાક્ષીભાવે જોઉં જેથી સમયની સાથે આત્માના પ્રકાશમાં એ શીથીલ થાય અને જાગ્રુતિ તથા ચૈતન્ય નો અવકાશ વધે.

 

નમસ્તે: હું તમારી અંદરના અવકાશને નમન કરું છું જેમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે. હું તમારા ચૈતન્યને નમન કરું છું જે બધાને શ્રધ્ધા, પ્રકાશ, શાંતિ, રૂઝ, માવજત, કરુણા, આનંદ અને સત્યની અનુભુતિ આપે છે. જ્યારે હું અને તમે બંને એ અવકાશ અને ચેતનાને આપણી સાચી ઓળખ માનીએ ત્યારે આપણે એક છીએ. 😊  🙏🏼

મિચ્છામિ દુક્કડમ 😊 🙏🏼

મારી અંદર ના વિચારો અને લાગણીઓના વહેણમાં જ્યારે હું તણાયો હોય ત્યારે એવી અસર બીજા પર પણ થાય. તેને માટે ક્ષમા માંગી લેવાનો વિચાર ગમે છે. બીજા ના આંતરિક પ્રવાહો ની અસર મને થઇ હોય કે તેને પણ માફ કરવું યોગ્ય લાગે. આ બંને બોલવું અને વિચારવું મારા માટે સહેલું છે, સાચા મનથી અમલમાં મૂંકવા અહંકાર ના તોફાનને કાબુમાં લેવું પડે જે અઘરું છે. હું આશા રાખું કે સાક્ષીભાવ મને આમાં મદદ કરે અને નીચેના શબ્દો મારા અંતહકરણ ને પણ બદલે. ઘણીવાર એક પગલું લેતાં એની અસર અંદરથી નવી દિશામાં શરૂઆત કરે. મારી શ્રધ્ધા છે કે જ્યારે હું આ નીચેની ભાવના વ્યક્ત કરું ત્યારે સાચા મનથી એવું પણ થાય.

મિચ્છામિ દુક્કડમ: જાણ્યે અજાણ્યે જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું તમારી માફી માંગું છું. 😊 🙏🏼

Agas Ashram - Allow, Lighten Up

My prayer, inspiration, and reflection: 😊 🙏🏼

I am Atma – the spacious awareness that is in harmony with all living beings and universal consciousness. My body, mind, and intellect give me a physical context to relate to this world. The body sensations/aches/pains, feelings, emotions, resurfacing memories from the past with their effects, or thoughts of desires/expectations about the future occupying my mind are like clouds that naturally emerge and pass away on their own. I hope to be a witness to them. Can I detach from them, accept them and let them be rather than resist/fight/hold on to them? If so, it helps me identify the sky-like awareness this weather is passing through. That sky-like spacious awareness is my true self – the Atma. Just as clouds and bubbles dissolve in an expansive sky, my feelings, emotions, and sensations can exhume in my vast inner space.

I hope that witnessing, allowing, letting go, and detaching from the winds/waves of thoughts and emotions rather than being swept away with them, elevates my neutral vantage point to see and navigate the terrain of situations and relationships. I hope it gives me equanimity and clarity of mind to initiate small steps to heal, grow, expand, develop, nurture, share, let go, open up, reach out, and eventually dissolve in oneness with all.

The ego wants my mind to cling/attach to physical/emotional bindings shrinking this space of consciousness: it can trap me into a cocoon of my reactive thinking patterns. Can I be a witness to that as well with my spacious awareness and let it go? I hope it softens my ego over time and expands my inner space of awareness and consciousness.

Namaste: I honor the place within you where the entire world resides. I honor the place within you emanating hope, light, truth, peace, healing, nurture, and happiness for all. When you and I both are in that place, there is only one of us. 😊 🙏🏼

Michchhami Dukkadam 😊 🙏🏼

When currents of my inner weather of thoughts and emotions take me for a ride, it impacts others around me. I like the idea of asking forgiveness for it. If the inner weather of others might have hurt me, I like the idea of letting it go and forgive. It is easier said than done. I need to navigate my ego and the emotional storm, which is not easy at all. I hope being aware of it, witnessing it, accepting it, and detaching from it helps me. Sometimes, a small step can infuse new vibrations and unlock floodgates for positive change, opening up new frontiers in the inner journey: I express the following statement with that faith. I make a sincere attempt to mean the following from the bottom of my heart.

Michchhami Dukkadam: I beg for forgiveness for all hurt caused by me knowingly or unknowingly. 😊 🙏🏼

Agas - Memories - Support - Synergies
Temple at the Shrimad Rajchandraji's Ashram in Agas

14 Responses

  1. Rupal Shah
    | Reply

    Amazing how you can reflect your thoughts on paper so nicely even in Gujarati 🙏🏼
    મિચ્છામિ દુક્કડમ 🙏🏼

    • Deven
      | Reply

      Thank you, Rupal! 🙂

  2. Tejal Dineshchandra Shah
    | Reply

    બહુ ઉત્તમ વિચારો… શરીર અને આત્મા ને નોખા રાખી અને લાગણીઓ, વેદનાઓ, અને અનુભુતી ને નિહાળવાનો અને સજાગ પ્રયાસ…આત્મર્થી માર્ગ પર પ્રગતિનો એક માત્ર ઉપાય…
    મિચ્છામિ દુક્કડમ🙏🏼🙏🏼🙏🏼

    • Deven
      | Reply

      Thank you, Tiku! 🙂

  3. Rupa Shah
    | Reply

    Beautifully written and reflected.touched me deeply and i started reflecting upon it too.Really superbly written.Micchami Dukkadam

    • Deven
      | Reply

      Thank you, Rupaben! 🙂

  4. Alka kapadia
    | Reply

    ઘણા જ ઉત્તમ વિચારો, જે જિંદગીને એક નવી ઉંચાઇ પર લઈ જવા માટે સક્ષમ છે. જિંદગીમાં અશક્ય કશુંય નથી અને મન હોયતો માળવે જવાય એ વિચાર ને અનુસરવું અને વિચારને પૃષ્ટી આપે તેવા તમારા ખુબજ સરસ છે.
    તમારું ગુજરાતી ખુબજ સ્પષ્ટ ને ચોખ્ખુ છે.
    મિચ્છામી દુકક્ડમ 🙏🙏

    • Deven
      | Reply

      Thank you, Alkaben!

  5. Jayesh Gandhi
    | Reply

    Excellent!!

    • Deven
      | Reply

      Thank you, Jayeshbhai! 🙂

  6. Rajesh Mehta
    | Reply

    Deven,
    વિચારો માં ગજબ ની પરિપકવતા દેખાય છે. આનંદ એ વાત નો છે, આ વૈરાગ્ય દશા અને કટિબદ્ધતા વિકલ્પો થી દુર રાખે છે. નિશ્ચય અને અતૂટ શ્રધ્ધા નવા મલિકોર ખેડાણ કરાવે છે.
    જ્ઞાયક બને તેને ગ્રહણ કરતા રહી ચૈતન્ય પૂર્ણ સ્વરૂપ ને માણીયે.
    અનુમોદના.

    • Deven
      | Reply

      Thank you, Rajubhai! 🙂

  7. Pranav
    | Reply

    દેવેનભાઈ,

    તમારા બ્લોગ્સ વાંચી ને તેના વિષય પર મારા મનમાં ઘણી વાર ડૂબકી મારતો હોઉં છું. મઝા આવે છે. ક્યારેક બાઉન્સર પણ જાય. 🙂

    ક્યારેક મન થાય તો અહંકાર અને મહત્વાકાંક્ષા ની આંટી ઘૂંટી વિષેના તમારા વિચારો લખજો. મને ખાતરી છે કે બધા વાચકો ને ગમશે.

    પ્રણવ

  8. Bhaskar Patel
    | Reply

    Beautiful! Micchami Dukkadam.

What are your thoughts?